મફત શરૂ કરો

નિયમો અને શરતો

છેલ્લે સુધારેલ: 28-10-2026

1. સ્વીકાર

SAHKAR ની સેવા (Sosa Ventures Private Limited દ્વારા) વાપરીને મંડળી અને તેના વપરાશકર્તાઓ આ શરતો સ્વીકારે છે. મંડળી વતી નોંધણી કરનાર વ્યક્તિ ખાતરી આપે છે કે તેને મંડળી તરફથી આ અધિકાર છે.

2. સેવા

સહકારી મંડળીના સભાસદ, થાપણ, લોન, હિસાબ, રિપોર્ટ, વેબસાઇટ અને સભાસદ પોર્ટલ માટેનું ઓનલાઇન સોફ્ટવેર. મળતી સુવિધાઓ પસંદ કરેલા પ્લાન પ્રમાણે છે. સેવા સુધારવા અમે સુવિધાઓમાં સમયાંતરે ફેરફાર કરી શકીએ છીએ.

3. ખાતાં અને પાસવર્ડ

મંડળી પોતાના સ્ટાફના લૉગિન અને અધિકાર નક્કી કરે છે. પાસવર્ડ ગુપ્ત રાખવાની અને તે લૉગિનથી થયેલી દરેક એન્ટ્રીની જવાબદારી મંડળીની છે. શંકાસ્પદ ઉપયોગ દેખાય તો તરત જાણ કરવી.

4. મંડળીની જવાબદારી

ચડાવેલી માહિતીની સાચાઈ, લાગુ પડતો રાજ્યનો સહકારી મંડળી અધિનિયમ (જેમ કે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, 1961) કે બહુ-રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, 2002, પેટા-નિયમો, ઓડિટ અને કર સંબંધી નિયમોનું પાલન, અને સભાસદોની સંમતિ મેળવવાની જવાબદારી મંડળીની છે. સોફ્ટવેર હિસાબ રાખવાનું સાધન છે; તે કાનૂની, કર કે ઓડિટ સલાહ નથી.

5. ટ્રાયલ, પ્લાન અને ચુકવણી

નવી મંડળીને 45 દિવસની મફત ટ્રાયલ મળી શકે છે. પ્લાન વાર્ષિક છે અને ભાવ GST સિવાયના છે. સમયસર રિન્યૂ ન થાય તો 7 દિવસની છૂટ પછી ખાતું ફક્ત જોવા પૂરતું થઈ શકે છે. ભાવમાં ફેરફાર આગામી રિન્યૂથી લાગુ પડે છે.

6. યોગ્ય ઉપયોગ

સેવાનો ઉપયોગ ગેરકાયદે કામ, છેતરપિંડી, બીજાના ખાતામાં ઘૂસવા કે સર્વર પર વધુ પડતો ભાર મૂકવા માટે ન કરવો. આવું થાય તો અમે ખાતું રોકી શકીએ છીએ.

7. ડેટા અને બેકઅપ

ડેટા મંડળીનો છે અને મંડળી ગમે ત્યારે તેનું ડાઉનલોડ કરી શકે છે. અમે નિયમિત બેકઅપ લઈએ છીએ, છતાં મંડળીએ પણ સમયાંતરે પોતાની પાસે નકલ રાખવી.

8. સેવા ઉપલબ્ધતા

સેવા સતત ચાલુ રહે તે માટે પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જાળવણી, ઇન્ટરનેટ કે અન્ય પ્રદાતાની ખામીને કારણે થોડો સમય બંધ રહી શકે છે.

9. જવાબદારીની મર્યાદા

કાયદો મંજૂરી આપે ત્યાં સુધી, કોઈ પણ દાવામાં અમારી કુલ જવાબદારી છેલ્લા 12 મહિનામાં મંડળીએ ચૂકવેલા ભાડા જેટલી મર્યાદિત રહેશે. ખોટી એન્ટ્રી, નફાનું નુકસાન કે પરોક્ષ નુકસાન માટે અમે જવાબદાર નથી.

10. સેવા બંધ કરવી

મંડળી ગમે ત્યારે સેવા બંધ કરી શકે છે; રિફંડ રિફંડ નીતિ મુજબ. બંધ કરતા પહેલાં આખો ડેટા ડાઉનલોડ કરી લેવો.

11. કાયદો અને ન્યાયક્ષેત્ર

આ શરતો ભારતના કાયદા મુજબ છે. કોઈ પણ વિવાદ સુરત, ગુજરાતની અદાલતોના ન્યાયક્ષેત્રમાં રહેશે.

આ શરતો સાથે ગોપનીયતા નીતિ અને રિફંડ નીતિ વાંચવી.