મફત શરૂ કરો

રિફંડ અને રદ નીતિ

છેલ્લે સુધારેલ: 28-10-2026

1. મફત ટ્રાયલ

45 દિવસની ટ્રાયલ મફત છે. ટ્રાયલ દરમિયાન કોઈ ચુકવણી લેવાતી નથી, એટલે રિફંડનો પ્રશ્ન નથી. ટ્રાયલ પછી પ્લાન ન લો તો આપમેળે કોઈ ચાર્જ લાગતો નથી.

2. પહેલી ચુકવણી

નવી મંડળીની પહેલી વાર્ષિક ચુકવણી પછી 7 દિવસમાં લેખિત વિનંતી કરે તો પૂરું ભાડું (GST સહિત) પરત મળશે. જૂનો ડેટા ચડાવવા જેવી પૂરી થઈ ગયેલી વિશેષ સેવાનો ચાર્જ પરત નહીં મળે.

3. રિન્યૂ અને પ્લાન બદલવો

રિન્યૂ થયેલું ભાડું 7 દિવસ પછી પરત મળતું નથી. વર્ષની વચ્ચે પ્લાન મોટો કરો તો બાકીના સમયનો ફરક ભરવાનો રહે છે. નાનો પ્લાન આગામી રિન્યૂથી લાગુ પડે છે; વચ્ચેથી રકમ પરત મળતી નથી.

4. સેવા રદ કરવી

મંડળી ગમે ત્યારે સંપર્ક પેજ કે ઈમેલથી સેવા રદ કરવાનું કહી શકે છે. ભરેલા સમય સુધી સેવા ચાલુ રહેશે. રદ કરતાં પહેલાં આખો ડેટા ડાઉનલોડ કરી લેવો.

5. રિફંડ કેવી રીતે મળે

મંડળીનું નામ, બિલ નંબર અને કારણ સાથે વિનંતી મોકલો. મંજૂર થયેલું રિફંડ 7 થી 10 કામકાજી દિવસમાં, જે રીતે ચુકવણી કરી હતી તે જ રીતે (અથવા મંડળીના બેંક ખાતામાં) જમા થશે.

6. સંપર્ક

રિફંડ કે રદ કરવા માટે Sosa Ventures Private Limited નો સંપર્ક પેજ પરથી સંપર્ક કરો.

સંપર્ક કરો