છેલ્લે સુધારેલ: 28-10-2026
આ નીતિ SAHKAR (sahkar.in અને તેનાં સબ-ડોમેન) વાપરતી મંડળીઓ, તેમના સ્ટાફ અને સભાસદો તથા અમારી વેબસાઇટના મુલાકાતીઓને લાગુ પડે છે. સેવા Sosa Ventures Private Limited આપે છે.
મંડળીની વિગત અને સ્ટાફનાં લૉગિન; મંડળીએ ચડાવેલી સભાસદની વિગત (નામ, સરનામું, મોબાઇલ, KYC દસ્તાવેજ, ખાતાં, લોન અને વ્યવહાર); લૉગિન સમય, IP સરનામું અને ફેરફારનો લૉગ; વેબસાઇટ ફોર્મમાં તમે મોકલેલી વિગત.
સભાસદ અને હિસાબનો ડેટા મંડળીનો છે. મંડળી તે ડેટા માટે જવાબદાર છે; અમે ફક્ત મંડળી વતી તેને સાચવીએ અને પ્રોસેસ કરીએ છીએ. મંડળીના લેખિત આદેશ કે કાયદાની જરૂર સિવાય અમે તે ડેટા વાપરતા કે જોતા નથી.
સેવા ચલાવવા, લૉગિન અને સુરક્ષા માટે, મદદ આપવા, બિલ બનાવવા, અને મંડળીએ ચાલુ કરેલા SMS / WhatsApp / ઈમેલ સંદેશા મોકલવા. અમે ડેટા વેચતા નથી અને જાહેરાત માટે વાપરતા નથી.
ફક્ત સેવા ચલાવવા જરૂરી સેવા-પ્રદાતા સાથે: સર્વર હોસ્ટિંગ, Cloudflare (સુરક્ષા અને ઝડપ), અને મંડળી ચાલુ કરે ત્યારે Meta (WhatsApp) કે SMS/ઈમેલ પ્રદાતા. કાયદેસર આદેશ હોય ત્યારે સરકારી સત્તાધિકારીને.
https એન્ક્રિપ્શન, એન્ક્રિપ્ટેડ પાસવર્ડ, સ્ટાફ પ્રમાણે અધિકાર, લૉગિન પ્રયાસની મર્યાદા, ફેરફારનો લૉગ અને નિયમિત બેકઅપ. છતાં ઇન્ટરનેટ પર કોઈ પણ પદ્ધતિ 100% સુરક્ષિત નથી; પાસવર્ડ ગુપ્ત રાખવાની જવાબદારી વપરાશકર્તાની છે.
સેવા ચાલુ હોય ત્યાં સુધી અને સહકારી કાયદા તથા ઓડિટ માટે જરૂરી સમય સુધી. પ્લાન પૂરો થાય ત્યારે ડેટા આપમેળે કાઢી નખાતો નથી; મંડળી લેખિતમાં કહે તો આખો ડેટા ડાઉનલોડ માટે આપીને કાઢી નાખીએ છીએ.
અમે ફક્ત લૉગિન સત્ર અને ભાષાની પસંદગી માટે જરૂરી કુકી વાપરીએ છીએ. જાહેરાત કે ટ્રેકિંગ કુકી વાપરતા નથી.
સભાસદ પોતાની માહિતી જોવા, સુધારવા કે કાઢવા માટે પોતાની મંડળીનો સંપર્ક કરે. મંડળી અમારો સંપર્ક કરી શકે છે. લાગુ પડતા ભારતીય કાયદા (Digital Personal Data Protection Act, 2023 સહિત) મુજબ વિનંતીનો જવાબ આપીશું.
આ નીતિમાં ફેરફાર થાય તો આ પેજ પર તારીખ સાથે મૂકીશું. પ્રશ્ન હોય તો સંપર્ક પેજ પરથી લખો.
Sosa Ventures Private Limited