મફત શરૂ કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

સોફ્ટવેર વાપરવા શું જોઈએ?

ફક્ત ઇન્ટરનેટ અને કોઈ પણ બ્રાઉઝર (Chrome, Edge વગેરે). કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલ ત્રણેય ચાલે. કંઈ ઇન્સ્ટોલ કરવાનું નથી.

મફત ટ્રાયલમાં શું મળે?

45 દિવસ સુધી પસંદ કરેલા પ્લાનની બધી સુવિધા. ટ્રાયલમાં ભરેલો ડેટા પ્લાન લીધા પછી પણ એમ જ રહે છે.

અમારો જૂનો ડેટા કેવી રીતે આવશે?

સભાસદ યાદી, ખાતાં અને શરૂઆતનાં બેલેન્સ Excel માંથી લાવી શકાય. ઓડિટ થયેલા છેલ્લા સરવૈયાને શરૂઆતના બેલેન્સ તરીકે લેવાય છે. અમારી ટીમ મદદ કરે છે.

ડેટા સુરક્ષિત છે?

હા. દરેક મંડળીનો ડેટા અલગ રહે છે, વેબસાઇટ https થી સુરક્ષિત છે, પાસવર્ડ એન્ક્રિપ્ટેડ રહે છે અને દરરોજ બેકઅપ લેવાય છે. દરેક ફેરફારનો લૉગ રહે છે.

ડેટા કોનો? અમે બીજે જવું હોય તો?

ડેટા મંડળીનો જ છે. ગમે ત્યારે આખો ડેટા Excel/ZIP માં ડાઉનલોડ કરી શકાય. પ્લાન બંધ થાય તો પણ ડેટા આપમેળે કાઢી નખાતો નથી.

ઓડિટર માટે રિપોર્ટ મળશે?

હા. કાચું સરવૈયું, નફા-નુકસાન, પાકું સરવૈયું, સભાસદવાર યાદીઓ, ઓડિટ તપાસણી યાદી અને ઓડિટ પત્રકો ચોપડામાંથી આપમેળે બને છે.

સભાસદો પોતાનું ખાતું જોઈ શકે?

હા, સભાસદ પોર્ટલવાળા પ્લાનમાં. સભાસદ મોબાઇલ પર લૉગિન કરીને પોતાનાં ખાતાં, લોન અને પાસબુક જોઈ શકે અને વિનંતી મોકલી શકે.

મંડળીની પોતાની વેબસાઇટ મળે?

હા. મંડળીનું સરનામું code.sahkar.in જેવું હોય છે. ઇચ્છો તો પોતાનું ડોમેન પણ જોડી શકાય.

ચુકવણી કેવી રીતે થાય?

પ્લાન વાર્ષિક છે. ચુકવણી બેંક ટ્રાન્સફર કે UPI થી થાય છે અને GST બિલ મળે છે.

મદદ ક્યાંથી મળે?

સોફ્ટવેરમાં "મદદ" વિભાગમાંથી ટિકિટ મોકલો, અથવા ફોન / WhatsApp પર સંપર્ક કરો.

જવાબ ન મળ્યો?

અમને પૂછો, અમે મદદ કરીશું.

સંપર્ક કરો