મફત શરૂ કરો

અમારા વિશે

અમે કોણ છીએ

SAHKAR સહકારી ધિરાણ મંડળીઓ માટે બનાવેલું ઓનલાઇન હિસાબ અને વહીવટ સોફ્ટવેર છે. તેનો જન્મ ગુજરાતની એક ધિરાણ મંડળીના રોજિંદા કામમાંથી થયો છે: રજિસ્ટરમાં હાથથી લખાતા હિસાબ, વર્ષના અંતે ઓડિટ માટેની દોડધામ અને સભાસદોને પોતાના ખાતાની વિગત માટે ઓફિસ સુધી આવવું પડે, તે બધું સરળ બનાવવા.

અમારો હેતુ

નાની અને મધ્યમ મંડળી પણ મોટી બેંક જેવી ચોકસાઈ અને પારદર્શિતાથી કામ કરી શકે, તે પણ પોતાની ભાષામાં અને વાજબી ખર્ચે.

અમે શું ધ્યાન રાખીએ છીએ

  • સરળતા: કમ્પ્યુટરનું ઓછું જ્ઞાન હોય તો પણ વાપરી શકાય.
  • સાચો હિસાબ: દરેક એન્ટ્રી ડબલ-એન્ટ્રી પદ્ધતિથી, ઉધાર-જમાનો મેળ હંમેશાં.
  • મંડળીનો ડેટા મંડળીનો જ: ગમે ત્યારે આખો ડેટા ડાઉનલોડ કરી શકાય.
  • સહકારી કાયદો: ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, પેટા-નિયમો અને ઓડિટની જરૂરિયાત પ્રમાણે.

અમારો સંપર્ક કરો